રાષ્ટ્રીય

ઓગસ્ટ 21, 2024 7:55 પી એમ(PM)

views 36

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડની રાજધાની વોર્સો પહોંચ્યાઃ આવતીકાલે યુક્રેનની મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનની મુલાકાતનાં પ્રથમ તબક્કામાં આજે પોલેન્ડની રાજધાની વોર્સો પહોંચ્યા છે. વોરસોનાં સૈન્ય હવાઇ મથક પર શ્રી મોદીનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું. હોટલ ખાતે ભારતીય સમુદાયના લોકોએ તેમનું પરંપરાગત સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી જામસાહેબ નવાનગર સ્મારક અને મો...

ઓગસ્ટ 21, 2024 7:53 પી એમ(PM)

views 35

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 23 ઓગસ્ટથી અમેરિકાનાં ચાર દિવસના પ્રવાસે જશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 23 ઓગસ્ટથી અમેરિકાનાં ચાર દિવસના પ્રવાસે જશે. આ દરમિયાન તેઓ અમેરિકાના સંરક્ષણ મંત્રી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે, આ મુલાકાત અનેક સ્તરોએ ભારત-અમેરિકા વચ્ચે વધતા જતા સંરક્ષણ સંબંધોની પૃષ્ઠભૂમિમાં યોજાઈ રહી છે. આ મુલાકાત ભારત-અમેરિકા સર્વગ્ર...

ઓગસ્ટ 21, 2024 2:15 પી એમ(PM)

views 29

જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષા દળોએ ગઈકાલે રાજૌરી જિલ્લામાં એક ભૂગર્ભ જગ્યા શોધી કાઢી

જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષા દળોએ ગઈકાલે રાજૌરી જિલ્લામાં એક ભૂગર્ભ જગ્યા શોધી કાઢી છે, જેનો આતંકવાદીઓ ઉપયોગ કરી રહ્યા હતા. અંતરિયાળ દરહાલ જિલ્લાના સાગરવત જંગલમાં પોલીસ, સેના અને સીઆરપીએફના સંયુક્ત દળો દ્વારા ઘેરાબંધી અને તપાસ દરમિયાન આ જગ્યા મળી આવી હતી. જોકે સુરક્ષાબળોએ હજી સુધી કોઈની ધરપકડ કરી નથી. આ...

ઓગસ્ટ 21, 2024 2:11 પી એમ(PM)

views 37

કેન્દ્રીય જાહેર સેવા આયોગ-યુપીએસસીએ લેટરલ એન્ટ્રી અંગેની જાહેરાત રદ કરી

કેન્દ્રીય જાહેર સેવા આયોગ-યુપીએસસીએ લેટરલ એન્ટ્રી અંગેની જાહેરાત રદ કરી છે. અગાઉ, સરકારે યુપીએસસીને લેટરલ એન્ટ્રી અંગેની જાહેરાત રદ કરવા નિર્દેશ આપ્યો હતો. યુપીએસસીએ તાજેતરમાં કેન્દ્રીય મંત્રાલયોમાં 45 સંયુક્ત સચિવો, નિયામકો અને નાયબ સચિવોની નિયુક્તિ માટેની જાહેરાત પ્રસિદ્ધ કરી હતી, જેની સામે વિરોધ ...

ઓગસ્ટ 21, 2024 2:10 પી એમ(PM)

views 25

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન – EPFOએ આ વર્ષે જૂનમાં 19 લાખ, 29 હજાર સભ્યો જોડ્યા

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન – EPFOએ આ વર્ષે જૂનમાં 19 લાખ, 29 હજાર સભ્યો જોડ્યા છે, જે ગત વર્ષે આ જ મહિનાની સરખામણીએ સાત ટકાથી વધુના વધારાને દર્શાવે છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું છે કે સભ્યોની વધતી સંખ્યાને, રોજગારની તકો સહિત અન્ય કારણો સાથે જોડીને જોઈ શકાય છે. આંકડાઓ અનુસાર આ વર્ષે જૂન દરમિ...

ઓગસ્ટ 21, 2024 2:06 પી એમ(PM)

views 23

ભારતમાં યુરોપીય સંઘના રાજદૂત હર્વે ડેલ્ફિને આતંકવાદ અને ઉગ્રવાદ વચ્ચેના દુષ્પ્રચારના ઇન્ટરનેટના ઉપયોગના પડકારોને પાર પાડવા માટે સાથે મળીને પ્રયાસ કરવા આહ્વાન કર્યું

ભારતમાં યુરોપીય સંઘના રાજદૂત હર્વે ડેલ્ફિને આતંકવાદ અને ઉગ્રવાદ વચ્ચેના દુષ્પ્રચારના ઇન્ટરનેટના ઉપયોગના પડકારોને પાર પાડવા માટે સાથે મળીને પ્રયાસ કરવા આહ્વાન કર્યું છે. આજે નવી દિલ્હીમાં યુરોપિય સંઘ-ભારત સંમેલનને સંબોધન કરતા શ્રી ડેલ્ફિને કહ્યું કે આ પડકારોને પાર પાડવા યુરોપિય સંઘ પાસે લાંબો અને પૂર...

ઓગસ્ટ 21, 2024 2:03 પી એમ(PM)

views 32

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પૉલેન્ડ અને યુક્રેનના ત્રણ દિવસીય પ્રવાસે રવાના

પ્રધાનમંત્રી મોદીએ પૉલેન્ડને મધ્ય યુરોપનું મહત્વનું આર્થિક ભાગીદાર ગણાવ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે ભારત અને પૉલેન્ડ લોકતંત્ર, બહુલવાદ તેમજ બંને દેશોના સંબંધોને મજબૂત બનાવવા માટે પતિબદ્ધ છે. પૉલેન્ડ અને યુક્રેનના પ્રવાસ માટે રવાના થતા પહેલા પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમનો આ પૉલેન્ડ પ્રવાસ બંને દેશો વ...

ઓગસ્ટ 21, 2024 2:02 પી એમ(PM)

views 31

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે 19માં CII – ભારત – આફ્રિકા વેપાર સંમેલનને સંબોધન કરતા લોકલ ફોર વોકલ થવા અપીલ કરી

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે નવી દિલ્હીમાં 19માં CII - ભારત - આફ્રિકા વેપાર સંમેલનનાં ઉદ્ઘાટન સત્રને સંબોધતા કોર્પોરેટ્સ, વેપારી સંઘ, વેપારી સંગઠનો, વેપારી નેતાઓને આર્થિક રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપવાની અપીલ કરી. વધુમાં તેમણે વોકલ ફોર લોકલ બનતા સ્વદેશી વિચારધારામા વિશ્વાસ રાખવા તેમજ જરૂર હોય એટલું જ આ...

ઓગસ્ટ 21, 2024 2:00 પી એમ(PM)

views 39

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 23 થી 26 ઑગસ્ટ સુધી અમેરિકાના પ્રવાસે જશે

અમેરિકાના સંરક્ષણ સચિવ લૉઈડ ઑસ્ટિનના નિમંત્રણ પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 23થી 26 ઑગસ્ટ સુધી અમેરિકાના પ્રવાસે જશે. દરમિયાન સંરક્ષણ મંત્રી પોતાના અમેરિકી સમકક્ષ સચિવ ઑસ્ટિનની સાથે દ્વિપક્ષી બેઠક કરશે. તેઓ સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન સાથે પણ મુલાકાત કરશે. સંરક્ષણ મં...

ઓગસ્ટ 21, 2024 1:58 પી એમ(PM)

views 39

ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસની સતત બીજા વર્ષે વિશ્વના ટોચના સેન્ટ્રલ બેન્કર તરીકે પસંદગી

ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસને સતત બીજા વર્ષે વિશ્વના ટોપ સેન્ટ્રલ બેન્કર તરીકે પસંદગી પામ્યા છે. ગ્લૉબલ ફાઈનાન્સ સેન્ટ્રલ બેન્કર રિપોર્ટ કાર્ડ 2024 તરફથી તેમને એ પ્લસ ક્રમાંક પ્રાપ્ત થયો છે. આ સિદ્ધિ બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી દાસને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું,...