રાષ્ટ્રીય

ડિસેમ્બર 14, 2024 8:39 એ એમ (AM)

views 36

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે સરકાર મહિલા વિકાસનો દ્રષ્ટિકોણ બદલીને મહિલાઓના નેતૃત્વમાં વિકાસ લાવવા માટે પ્રતિબદ્ધ છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે સરકાર મહિલા વિકાસનો દ્રષ્ટિકોણ બદલીને મહિલાઓના નેતૃત્વમાં વિકાસ લાવવા માટે પ્રતિબદ્ધ છે. ગઈકાલે નવી દિલ્હીમાં એક દિવસીય કાર્યશાળાનું ઉદ્ઘાટન કરતાં આ મુજબ જણાવ્યું હતું. આ કાર્યશાળાની વિષયવસ્તુ " મહિલા નેતા – વર્ષ 2027માં વિકસિત ભારત માટે શૈક્ષણ...

ડિસેમ્બર 14, 2024 8:38 એ એમ (AM)

views 31

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાજ્યોના મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાજ્યોના મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે. આ પરિષદનો ઉદ્દેશ સહકારી સંઘવાદ પર ધ્યાન કેન્દ્રિત કરીને કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત કરવાનો અને ઝડપી વૃદ્ધિ અને વિકાસ હાંસલ કરવા માટે વધુ સહકાર સુનિશ્ચિત કરવાનો છે. મુખ્ય સચિ...

ડિસેમ્બર 14, 2024 8:34 એ એમ (AM)

views 52

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે ગઈકાલે નવી દિલ્હીમાં પોર્ટુગલના વિદેશ મંત્રી પાઉલો રાંગલ સાથે ચર્ચા કરી હતી.

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે ગઈકાલે નવી દિલ્હીમાં પોર્ટુગલના વિદેશ મંત્રી પાઉલો રાંગલ સાથે ચર્ચા કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે તેમણે ભારત અને પોર્ટુગલ વચ્ચેના સંબંધોની સમીક્ષા કરી હતી અને સ્વચ્છ ઉર્જા, ટેક્નોલોજી, ડિજિટલ, પરિવહન, હેરિટેજ અને દરિયાઈ સહયોગ જેવા ક્ષેત્ર...

ડિસેમ્બર 14, 2024 8:32 એ એમ (AM)

views 30

ભારતના બંધારણના 75 વર્ષની ગૌરવશાળી યાત્રા પર લોકસભામાં ચર્ચાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જવાબ આપશે.

ભારતના બંધારણના 75 વર્ષની ગૌરવશાળી યાત્રા પર લોકસભામાં ચર્ચા આજે પણ ચાલુ રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આ ચર્ચાનો જવાબ આપશે. બંધારણ અપનાવવાના 75 વર્ષ પૂરા થવાના અવસર પર ગઈકાલે લોકસભામાં બે દિવસીય ચર્ચા શરૂ થઈ. ચર્ચાની શરૂઆત કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારતીય બંધારણે સામાજિક, આર...

ડિસેમ્બર 14, 2024 8:09 એ એમ (AM)

views 123

રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસની ઉજવણી નિમિત્તે આજે રાજ્યમાં લોકજાગૃતિના કાર્યક્રમો યોજાશે.

રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસની ઉજવણી નિમિત્તે આજે રાજ્યમાં લોકજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2023-24માં ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ અને તેની સંલગ્ન વીજ કંપનીઓ દ્વારા ઊર્જા સંરક્ષણ અંગે લોકજાગૃતિ માટે 5 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હતો. રાજ્ય સરકાર વર્ષ 2024-25માં ઉર્જા સંરક્ષણ ...

ડિસેમ્બર 13, 2024 7:59 પી એમ(PM)

views 22

લોકસભા અને રાજ્યસભાએ સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બનેલા ડી ગુકેશને તેની નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા

લોકસભા અને રાજ્યસભાએ સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બનેલા ડી ગુકેશને તેની નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. 18 વર્ષીય ગુકેશે ગઈકાલે ખૂબ જ સંઘર્ષપૂર્ણ મુકાબલામાં ચીનના ડીંગ લિરેનને હરાવીને વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતી હતી. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું કે ગુકેશની આ સિધ્ધિ વિરલ છે અને દરે...

ડિસેમ્બર 13, 2024 7:56 પી એમ(PM)

views 23

કેન્દ્ર સરકાર દ્વારા સતત પ્રયાસોનાં પરિણામે વર્ષ 2014થી પાકિસ્તાનની જેલમાં બંધ બે હજાર 639 ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા

કેન્દ્ર સરકાર દ્વારા સતત પ્રયાસોનાં પરિણામે વર્ષ 2014થી પાકિસ્તાનની જેલમાં બંધ બે હજાર 639 ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. વિદેશ મંત્રી ડૉ. સુબ્રહ્મણ્યમ જયશંકરે આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન આ માહિતી આપી હતી. વર્ષ 2008માં ભારત-પાકિસ્તાન વચ્ચેના કરાર અનુસાર દર વર્ષે પહેલી જાન્યુઆરી અને પહ...

ડિસેમ્બર 13, 2024 7:54 પી એમ(PM)

views 23

શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે 15મી ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવશે

શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે 15મી ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવશે. મીડિયાને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે શ્રીલંકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ શ્રી દિસનાયકેની આ પ્રથમ મુલાકાત હશે. તેમની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન શ્રી દિસનાયકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુ...

ડિસેમ્બર 13, 2024 7:52 પી એમ(PM)

views 23

છત્તીસગઢના બીજાપુરમાં આજે સુરક્ષા દળોએ બે નક્સલીઓને ઠાર કર્યા હતાં

છત્તીસગઢના બીજાપુરમાં આજે સુરક્ષા દળોએ બે નક્સલીઓને ઠાર કર્યા હતાં. છત્તીસગઢના બીજાપુરના બાસાગુડા પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલોમાં આજે સવારે નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે ગોળીબાર થયો હતો. બીજાપુરના અધિક પોલીસ અધિક્ષક ચંદ્રકાંત ગવર્ણાએ, અથડામણ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, સુરક્ષા દળોએ બે નક્સલીઓને ઠા...

ડિસેમ્બર 13, 2024 7:50 પી એમ(PM)

views 15

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ 17 કંપનીઓને નોટિસ ફટકારી

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ 17 કંપનીઓને નોટિસ ફટકારી છે. ગ્રાહક સુરક્ષા કાયદાના સીધા વેચાણ 2021ના નિયમોનું ઉલ્લંઘન કરતી આ કંપનીઓને નોટિસ ફટકારવામાં આવી છે. જે કંપનીઓને નોટિસ ફટકારાઇ છે તેમાંની 13 એકમોની હાલમાં તપાસ ચાલી રહી છે. ત્રણ કંપનીઓના જવાબની રાહ જોવાઇ રહી છે. ગ્રાહકના અધિકારોને જાળ...