હવામાન

સપ્ટેમ્બર 7, 2025 3:26 પી એમ(PM)

views 35

રાજ્યમાં આજે સાર્વત્રિક મેઘમહેર…

રાજ્યમાં આજે સાર્વત્રિક મેઘમહેર થઈ છે. આજે 201 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લાના સુઈગામમાં આજે સૌથી વધુ 5 ઇંચ વરસાદ વરસ્યો છે જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વલસાડ અને ગાંધીનગરના દહેગામમાં ત્રણ ઇંચથી વધુ જ્યારે સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં 2 ઇંચ જેટલો વરસા...

સપ્ટેમ્બર 7, 2025 8:52 એ એમ (AM)

views 30

વલસાડના કપરાડામાં 10 ઇંચ જેટલા સાંબેલાધાર વરસાદ સાથે 242 તાલુકાઓમાં વરસાદ વરસ્યો

રાજ્યમાં શ્રીકાર વરસાદ વરસ્યો છે. ગઇકાલે સવારના છ વાગ્યાથી આજે મળસ્કે ચાર વાગ્યા સુધીમાં 242 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં વલસાડના કપરાડામાં દસ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સાબરકાંઠાના પોશીનામાં સાડા પાંચ ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો..ધરમપુર, રાધનપુર, ઉમરગામ અને ભચાઉમાં 4 ઇંચ જેટલો વરસાદ નોધાય...

સપ્ટેમ્બર 7, 2025 8:42 એ એમ (AM)

views 43

પશ્ચિમ રાજસ્થાન અને ગુજરાતમાં અતિ ભારે વરસાદ માટે આજે રેડ એલર્ટ

હવામાન વિભાગે પશ્ચિમ રાજસ્થાન અને ગુજરાતમાં આજે અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે.વિભાગના જણાવ્યા અનુસાર આજે પૂર્વી રાજસ્થાન, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ઘણી...

સપ્ટેમ્બર 6, 2025 7:50 પી એમ(PM)

views 42

કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લીમાં આવતીકાલે અત્યંત ભારે વરસાદની આગાહી

રાજ્યભરમાં આજે અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ થયાના અહેવાલ છે. તેવામાં હવામાન ખાતાએ આવતીકાલે સમગ્ર કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં છૂટાછવાયા સ્થળ પર અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે પાટણ,મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ગાંધીનગર અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળ પર અતિભારે વરસાદની શક...

સપ્ટેમ્બર 6, 2025 1:44 પી એમ(PM)

views 28

પંજાબમાં વરસાદમાં ઘટાડો થતાં રાજ્યની નદીઓમાં પૂરનું પ્રમાણ ઘટ્યું

પંજાબમાં વરસાદમાં ઘટાડો થતાં રાજ્યની નદીઓમાં પૂરનું પ્રમાણ ઘટ્યું છે. પરંતુ સમગ્ર રાજ્યમાં ખેતીની જમીન હજુ પણ પાણીમાં ડૂબેલી છે. અત્યાર સુધીમાં 22 જિલ્લાઓના 1,948 ગામોના 3 લાખ 84 હજાર લોકો પ્રભાવિત થયા છે. પંજાબના મહેસૂલ મંત્રી હરદીપ સિંહ મુંડિયનએ જણાવ્યું હતું કે પંજાબના ડૂબી ગયેલા વિસ્તારોમાંથી 21...

સપ્ટેમ્બર 6, 2025 8:45 એ એમ (AM)

views 41

રાજ્યના 198 તાલુકાઓમાં વરસાદ, આજે ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર

ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર શ્રી એ.કે. દાસે જણાવ્યું કે બંદરો ઉપર ત્રણ નંબરનુ સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.જ્યારે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં...

સપ્ટેમ્બર 6, 2025 8:39 એ એમ (AM)

views 50

રાજસ્થાન, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રના બાકીના ભાગોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા

ભારતીય હવામાન વિભાગે આવતીકાલ સુધી પૂર્વ રાજસ્થાન અને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે.આજે રાજસ્થાન, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રના બાકીના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી બે દિવસ માટે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ,...

સપ્ટેમ્બર 5, 2025 7:10 પી એમ(PM)

views 60

આગામી 3 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

આગામી 3 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર આજે નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના નિયામક ડો.એ.કે. દાસે જણાવ્યું હતું કે પોર્ટ પર LC 3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં...

સપ્ટેમ્બર 5, 2025 3:17 પી એમ(PM)

views 37

રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ 95 ટકાથી વધુ વરસાદ નોંધાયો.

રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ 95 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આજે 89 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના ધરમપુરમાં અઢી ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના 114 જળાશય હાઇએલર્ટ પર છે. જ્યારે 25 જળાશયને એલર્ટ પર રખાયા છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા બંધ 90 ટકા...

સપ્ટેમ્બર 5, 2025 8:48 એ એમ (AM)

views 53

દક્ષિણ ગુજરાતમાં આગામી 2 દિવસ માટે અતિ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં હાલમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી હવામાન વિભાગે આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની સાથે દક્ષિણ ગુજરાતમાં આગામી 2 દિવસ માટે અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આગામી 4 દિવસ સુધી 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.