બેડમિન્ટનમાં, બે વખતની ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પીવી સિંધુ અને લક્ષ્ય સેન આજે જર્મનીમાં હાયલો ઓપનમાં મહિલા અને પુરુષ સિંગલ્સની ફાઇનલમાં ભાગ લેશે. મહિલા સિંગલ્સની ફાઇનલમાં, બીજા ક્રમાંકિત પીવી સિંધુનો મુકાબલો આજે સાંજે ડેનમાર્કની લાઇન કજાર્સફેલ્ડ સામે થશે. સિંધુએ સેમિફાઇનલમાં ભારતીય ખેલાડી અનમોલ ખાર્બને 21-13, 21-16 થી હરાવીને ખિતાબી મુકાબલામાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું.
દરમિયાન, પુરુષ સિંગલ્સની ફાઇનલમાં, લક્ષ્ય સેન ઇન્ડોનેશિયાના જોનાટન ક્રિસ્ટીનો સામનો કરશે. સેને સેમિફાઇનલમાં ફ્રાન્સના છઠ્ઠા ક્રમાંકિત ટોમા જુનિયર પોપોવને 21-17, 21-13થી હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.