જુલાઇ 31, 2026 8:06 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી સૂર્ય સરોવર અને રાષ્ટ્રીય અપતટીય અન્વેષણ યોજનાને મંજૂરી આપી.

કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય અપતટીય અન્વેષણ યોજના- સમુદ્ર મંથનને મંજૂરી આપી છે, જેના નાણાકીય વર્ષ 2030-31 સુધી અમલીકરણ માટે 84 હજાર 84 કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યા છે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ યોજનામાં અપતટીય અન્વેષણ મૂલ્ય શૃંખલામાં વ્યાપક હસ્તક્ષેપોનો સમાવેશ થાય છે.