બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયો –NSOsના વડાઓની બે દિવસીય બેઠક આજથી ઉત્તર પ્રદેશના લખનૌમાં શરૂ થશે. ભારતની અધ્યક્ષતામાં આ બેઠકમાં બ્રિક્સ દેશો -બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતના પ્રતિનિધિઓ ભાગ લેશે.આ વર્ષ ભારતની બ્રિક્સ અધ્યક્ષતાનો વિષય સુદૃઢશીલતા, નવાચાર, સહયોગ અને સ્થિરતા માટે નિર્માણ છે. આ સાથે જ વિકસિત થતા ડેટા પરિસ્થિતિકી તંત્રમાં AI ની તૈયારી વિષય પર બે વિશેષ સહકાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવશે.
News On AIR | ઓગસ્ટ 3, 2026 10:30 એ એમ (AM)
બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયોના વડાઓની બે દિવસીય બેઠક આજથી લખનૌમાં