ઓક્ટોબર 7, 2026 3:40 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં મહાનગરપાલિકા દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલી સેવા જ્યોતિ યાત્રામાં સહભાગી થયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાહેરસેવામાં આજે 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા જ્યોતિ યાત્રાનું આયોજન કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદમાં મહાનગરપાલિકા દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રામાં સહભાગી થયા. દરમિયાન વિવિધ આગેવાનો દ્વારા સેવા જ્યોતિ પ્રજ્વલિત કરી યાત્રાને પ્રસ્થાન કરાવાયું. આ પ્રસંગે મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વર્ચ્યુઅલ સંબોધન સાંભળ્યું.

તો, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગરના રૂપાલ ગામમાં શ્રી વરદાયિની માતાજીનાં મંદિરમાં અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાબરકાંઠાના હિમ્મતનગરમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.

ઉપરાંત, સુરતમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત અને ભારતમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે.

તો, સુરેન્દ્રનગરમાં વઢવાણ APMC ખાતે શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલાની ઉપસ્થિતિમાં યોજાયેલા સેવા જ્યોતિ યાત્રા કાર્યક્રમમાં સુશ્રી વાઘેલાએ પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આવેલા પરિવર્તન અંગે પ્રકાશ પાડ્યો હતો.