ઓક્ટોબર 7, 2026 3:33 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાહેરસેવામાં 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તેમને અભિનંદન પાઠવ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાહેરસેવામાં 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તેમને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પટેલે સાત ઑક્ટોબર 2001-ના દિવસને ઐતિહાસિક ગણાવતા કહ્યું, આ દિવસે ગુજરાતના આંગણેથી જનસેવા અને સુશાસનના એક નવા યુગનો પ્રારંભ થયો હતો. તેમણે કહ્યું, પ્રધાનમંત્રીની આ યાત્રા રાષ્ટ્રભક્તિ, દ્રઢ ઈચ્છાશક્તિ અને ગરીબ કલ્યાણ પ્રત્યેના તેમના અતૂટ સમર્પણની સાક્ષી છે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ ના મૂળ મંત્ર સાથે શ્રી મોદીએ દેશના દરેક ક્ષેત્રમાં અભૂતપૂર્વ પરિવર્તન આણ્યું છે.

વર્ષ 2047 સુધીમાં આત્મનિર્ભર અને વિકસિત ભારત બનાવવાના પ્રધાનમંત્રીના સંકલ્પને સાકાર કરવા ગુજરાત હંમેશાં તેમની સાથે કદમ મિલાવીને અગ્રેસર રહેશે તેમ પણ શ્રી પટેલે વધુમાં ઉમેર્યું.