નવેમ્બર 13, 2026 2:28 પી એમ(PM)

printer

ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના કિનારે છઠપૂજા મહાપર્વની તૈયારીઓ શરૂ

ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના કિનારે છઠપૂજા મહાપર્વની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ઉત્તર ભારતીય પરિવાર દ્વારા આસ્થાભેર આ પર્વની ઉજવણી કરાશે. દિનકર સેવા સમિતિ દ્વારા નર્મદા પાર્ક સ્થિત છઠ ઘાટ પર છઠ મહાપર્વનું આયોજન કરાશે. આ તહેવારમાં ડૂબતા અને ઉગતા સૂરજની પૂજા કરવામાં આવે છે. માતા પોતાના બાળકોના લાંબા આયુષ્ય અને તંદુરસ્તી માટે વહેતા પાણીમાં ઉભા રહીને સૂર્યદેવની પૂજા કરે છે.