જાપાનના આઈચી નાગોયામાં રમાઈ રહેલી એશિયન પેરા ગેમ્સના પાંચમા દિવસે ભારતે મજબૂત શરૂઆત કરતા 6 સુવર્ણ, 6 રજત ચંદ્રક જીતતા કુલ ચંદ્રકની સંખ્યા 100ને પાર થઈ છે.
તીરંદાજીમાં, હરવિંદર સિંહ અને વિજય સુંડીએ પુરુષોની રિકર્વ ડબલ્સ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો. બેડમિન્ટનમાં, નિતેશ કુમારે પુરુષોની સિંગલ્સ SL-3 સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો, તો નવીન શિવકુમારે SL-4 સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો. સંદીપ કુમારે પુરુષોની 400 મીટર દોડમાં વર્લ્ડ રેકોર્ડ તોડીને સુવર્ણ ચંદ્રક જીત્યો. પુરુષોની જેવલિન થ્રોમાં, હેનીએ 60.49 મીટરના નવા F37 વર્લ્ડ રેકોર્ડ સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો. મોના અગ્રવાલે 50 મીટર રાઇફલ ૩પી એસએચ 1માં સુવર્ણ ચંદ્રક જીત્યો છે.
ભારતે પેરા-એથ્લેટિક્સ, પેરા-આર્ચરી અને પેરા-બેડમિન્ટનમાં પણ 6 રજત ચંદ્રક જીત્યા. પેરા-એથ્લેટિક્સમાં પ્રમોદ ભગતે, મહિલાઓની લાંબી કૂદ T-47 સ્પર્ધામાં નિમિષાએ, પેરા-આર્ચરીમાં ભાવના અને પૂજાએ, પેરા-બેડમિન્ટનમાં તુલસિમથી મુરુગેસને તથા નિત્યા શ્રી સિવને રજત પદકો જીત્યા.
જેહાન દોરાબ મદન અને શુભમ વાધવાએ મેન્સ ડબલ્સ ક્લાસ MD4 ટેબલ ટેનિસમાં કાંસ્ય ચંદ્રક જીત્યો.