ઓક્ટોબર 10, 2026 7:32 એ એમ (AM)

printer

અરવલ્લી સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીર બાળકી સાથેના જાતીય ગુનાના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી

અરવલ્લી જિલ્લા સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીર બાળકી સાથેના જાતીય ગુનાના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ધનસુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસની તપાસ પૂર્ણ થયા બાદ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાઈ હતી. સ્પેશિયલ પોક્સો જજ કે. કે. શુક્લાએ કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ ચુકાદો આપ્યો હતો. કેસમાં માત્ર સાત મહિનામાં ચુકાદો આવ્યો હોવાનું સરકારી વકિલ ડી એસ પટેલે જણાવ્યું હતું.