ઓગસ્ટ 2, 2026 2:17 પી એમ(PM)

printer

ઉપ-રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ સ્કોટલેન્ડમાં ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની 80 કિગ્રા શ્રેણીમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ બોક્સર અંકુશ પંઘાલને અભિનંદન પાઠવ્યા.

ઉપ-રાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કોટલેન્ડમાં ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની 80 કિગ્રા શ્રેણીમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ બોક્સર અંકુશ પંઘાલને અભિનંદન પાઠવ્યા. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે, આ સિદ્ધિ ઘણા યુવાનોને પ્રેરણા આપશે.
પ્રધાનમંત્રીએ નરેન્દ્ર બેરવાલને પુરુષોની 90 કિગ્રાથી વધુ શ્રેણીમાં રજત ચંદ્રક જીતવા બદલ પણ અભિનંદન આપ્યા. શ્રી મોદીએ ગુલવીર સિંહની પુરુષોની 5 હજાર મીટર દોડમાં કાંસ્ય ચંદ્રક જીતવાની અને એક જ કોમનવેલ્થ ગેમ્સમાં બે એથ્લેટિક્સ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બનવાની સિદ્ધિને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી.
તેમણે મહિલા જુડો 63 કિગ્રા શ્રેણીમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ ઉન્નતિ શર્માની પણ પ્રશંસા કરી.