સપ્ટેમ્બર 14, 2026 10:43 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે  NDA શાસિત 21 રાજ્યોમાં  2029 પહેલા સમાન નાગરિક ધારો અમલમાં આવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, NDA સાથી પક્ષો અને અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી દેશભરમાં 'સેવા સંકલ્પ અભિયાન' શરૂ કરશે.

ગઇકાલે મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી શાહે કહ્યું કે, આ અભિયાનનો ઉદ્દેશ્ય જનભાગીદારી દ્વારા વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવાનો છે.

તેમણે કહ્યું કે 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે અને આ વર્ષે ઓક્ટોબરમાં તેઓ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકે જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ કરશે.

શ્રી શાહે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળની NDA સરકારના કાર્યકાળ દરમિયાન હાથ ધરવામાં આવેલા વિવિધ માળખાગત, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યોનો પણ ઉલ્લેખ કર્યો.