સપ્ટેમ્બર 29, 2026 3:52 પી એમ(PM)

printer

એશિયન ગેમ્સમાં, નીરુ ઢાંડાએ મહિલા ટ્રેપ વ્યક્તિગત સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતીને ભારતીય નિશાનેબાજીમાં ઇતિહાસ રચ્યો

જાપાનમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં, નીરુ ઢાંડાએ  મહિલા ટ્રેપ વ્યક્તિગત ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતીને  પ્રથમ ભારતીય નિશાનેબાજનો ઇતિહાસ રચ્યો. તેમણે આશીમા અહલાવત અને મનીષા કીર સાથે મહિલા ટ્રેપ ટીમ ઇવેન્ટમાં અગાઉ રજત ચંદ્રક જીત્યો હતો.

મુક્કેબાજીમાં પરવીન હુડા અને અંકુશ પંઘાલે પોતપોતાના વજન વર્ગના સુવર્ણ ચંદ્રક માટેના મુકાબલામાં પ્રવેશ કર્યો છે. 

એથ્લેટિક્સમાં, ભારતે પુરુષોની  ભાલા ફેંકમાં યશવીર સિંહે 85.72 મીટરના થ્રો સાથે રજત ચંદ્રક જ્યારે રોહિત યાદવે 84.35 મીટરના થ્રો સાથે કાંસ્ય ચંદ્રક જીત્યો.

પુરુષોની લાંબી કૂદમાં, શ્રીશંકર મુરલીએ 8.07 મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે રજત ચંદ્રક મેળવ્યો. ગુલવીર સિંહે પુરુષોની 1500 મીટર દોડમાં બીજા ક્રમે રહીને વધુ એક રજત ચંદ્રકનો ઉમેર્યો.

નિશાનેબાજોમાં એશા સિંહે મહિલાઓની 25-મીટર પિસ્તોલ વ્યક્તિગત સ્પર્ધામાં રજત જીત્યો.

પારુલ ચૌધરીએ મહિલાઓની 5000 મીટર દોડમાં ગેમ્સનો પોતાનો બીજો કાંસ્ય ચંદ્રક મેળવ્યો.

એશિયન ગેમ્સમાં ભારત હાલમાં 5 સુવર્ણ, 21 રજત અને 21 કાંસ્ય ચંદ્રક મળીને કુલ 46 મેડલ સાથે 11 મા ક્રમે છે.