સપ્ટેમ્બર 28, 2026 2:16 પી એમ(PM)

printer

જાપાનમાં રમાઇ રહેલી એશિયન ગેમ્સમાં, ભારતની એશા સિંહે મહિલાઓની 25 મીટર પિસ્તોલ વ્યક્તિગત સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો

જાપાનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં, ભારતની 21 વર્ષીય એશા સિંહે 38 પોઈન્ટ સાથે આઈચી-નાગોયા ખાતે મહિલાઓની 25 મીટર પિસ્તોલ વ્યક્તિગત સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો. ભારતીય ખેલાડી પિન્કી બલહારાએ મહિલાઓની 78 કિલોગ્રામથી નીચેના વર્ગની  કુરાશ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ કોરિયાની લિમ ગરામને 3-0 થી હરાવીને તેણીએ મેડલ જીત્યો.

આ અગાઉ, ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે આજે જાપાનમાં આઈચી-નાગોયા ખાતે અફઘાનિસ્તાન સામેની ક્વાર્ટર ફાઇનલ મેચ ખરાબ હવામાનને કારણે રદ કરવામાં આવ્યા બાદ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અફઘાનિસ્તાન હાલમાં 10મા સ્થાને છે. ભારત સેમિફાઇનલમાં નેપાળ અને શ્રીલંકા વચ્ચેના ક્વાર્ટર ફાઇનલના વિજેતાઓ સામે ટકરાશે.

મહિલા બોક્સિંગ સ્પર્ધામાં, ભારતીય ઓલિમ્પિક મેડલ વિજેતા લોવલીના બોર્ગોહેને 75 કિલોગ્રામ કેટેગરીમાં દક્ષિણ કોરિયાની સીઓંગ સુયેઓન સામે 5-0થી ક્વાર્ટર ફાઇનલમાં વિજય મેળવ્યો.

હાલમાં, ભારત મેડલ સ્ટેન્ડિંગમાં 12મા સ્થાને છે અને ભારતે અત્યાર સુધી 39 મેડલ મેળવ્યા છે જેમાં જેમાં ચાર ગોલ્ડ, 17 સિલ્વર અને 18 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.