ઓક્ટોબર 27, 2026 3:06 પી એમ(PM)

printer

અમદાવાદમાં વીર સાવરકર રમતગમત સંકુલ ખાતે આયોજિત રાષ્ટ્રમંડળ કબડ્ડી સ્પર્ધામાં આજે કુલ પાંચ મેચ રમાશે

અમદાવાદમાં વીર સાવરકર રમતગમત સંકુલ ખાતે આયોજિત રાષ્ટ્રમંડળ કબડ્ડી સ્પર્ધામાં આજે કુલ પાંચ મેચ રમાશે. બપોરે ચાર વાગ્યે પુરુષોના ગૃપ બીમાં બાંગ્લાદેશ અને સિંગાપોર, સાંજે છ વાગ્યે કેનેડા અને સ્કૉટલૅન્ડ, ગૃપ એમાં સાત વાગ્યે મલેશિયા અને ઇંગ્લૅન્ડ, આઠ વાગ્યે ભારત અને તાન્ઝાનિયા તથા નવ વાગ્યે નાઇજિરિયા અને શ્રીલંકા વચ્ચે મુકાબલો થશે.

જ્યારે મહિલાઓની ટીમમાં હાલ ગૃપ એમાં સિંગાપોર અને મલેશિયા વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. પોઈન્ટ ટેબલમાં ભારતીય મહિલા અને પુરુષ બંને ટીમ પહેલા સ્થાન પર છે.