અમદાવાદ પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે નવરાત્રીને લઈને ગરબા આયોજકો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી. બેઠકમાં ગરબાના આયોજકોને ફાયર એનઓસી સહિત પોલીસ પરવાનગી ઝડપથી મળી રહે તે માટે દરેક પોલીસ સ્ટેશનના પીઆઇને આયોજકોના સંપર્કમાં રહેવા જણાવાયું છે.
શ્રી ગેહલોતે જણાવ્યું સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરેક ગરબા સ્થળ પર સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવવાના રહેશે.