નવેમ્બર 16, 2026 9:17 એ એમ (AM)

printer

અમદાવાદમાં 18મી અક્ષય કુમાર ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટનો પ્રારંભ

અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 18મી અક્ષય કુમાર ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટનો પ્રારંભ થયો. 19 નવેમ્બર સુધી યોજાનાર આ સ્પર્ધામાં વિવિધ રાજ્યોમાંથી 5 હજાર 400થી વધુ ખેલાડી અને 200થી વધુ રેફરી તથા ટેકનિકલ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે.

કુડો એક આધુનિક જાપાનીઝ માર્શલ આર્ટ છે, જેમાં કરાટે, જુડો, બોક્સિંગ અને જીયુ-જીત્સુ જેવી વિવિધ લડાઈની કળાઓનો સમન્વય જોવા મળે છે. આ સ્પર્ધાના શુભારંભ પ્રસંગે અભિનેતા અક્ષય કુમારે પોતાના સંબોધનમાં તંદુરસ્તી પર વિશેષ ભાર આપ્યો.