કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બૈટન ગઇકાલે સત્તાવાર રીતે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યો છે. આ સાથે અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું કાઉન્ટડાઉન સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કહ્યું કે, અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ગઇકાલે ગ્લાસગલોમાં સમાપન સમારોહ દરમિયાન, ઔપચારિક સોંપણીની શરૂઆત કોમનવેલ્થ ગેમ્સના ધ્વજની એરેનામાં પ્રતીકાત્મક યાત્રા સાથે થઈ. શોભાયાત્રા બાદ ધ્વજને નીચે ઉતારવામાં આવ્યો અને નીરજ ચોપરા, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાને સોંપાયો- અંતે તે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યો. આ સાથે, સત્તાવાર રીતે યજમાનીની જવાબદારી ભારતને સોંપવામાં આવી. ભારતે વિશ્વને અમદાવાદની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું. એડિનબર્ગના ડ્યુક પ્રિન્સ એડવર્ડે ગ્લાસગોમાં રમતોના સમાપનની સત્તાવાર જાહેરાત કરી. તેમણે 24મી કોમનવેલ્થ ગેમ્સની ઉજવણી માટે ચાર વર્ષ પછી અમદાવાદ આવવા માટે તમામ રાષ્ટ્રો રમતવીરોને આહ્વાન કર્યું. ઉલ્લેખનીય છે કે, કોમન વેલ્થની 11 દિવસની રોમાંચક સ્પર્ધામાં, ભારતીય રમતવીરોએ જેમાં 13 સુવર્ણ, 17 રજત અને નવ કાંસ્ય સહિત કુલ 39 ચંદ્રકો સાથે મેડલ ટેલીમાં ચોથું સ્થાન મેળવ્યું.
News On AIR | ઓગસ્ટ 3, 2026 11:12 એ એમ (AM)
કોમનવેલ્થ ગેમ્સ-2030નું યજમાન પદ ભારતને સોંપાયુ – ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને બેટન અને ધ્વજ સોંપાયા