લાભ પાંચમના પર્વ નિમિત્તે રાજ્યભરમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ આજથી ધંધા-વ્યવસાયનો પુનઃપ્રારંભ કર્યો. દિવાળી અને બેસતા વર્ષના તહેવારો પછી કારતક સુદ પાંચમ એટલે કે, લાભ પાંચમને વેપારીઓ માટે સૌથી મોટું અને પવિત્ર મુહૂર્ત માનવામાં આવે છે. આજે વેપારીઓ અને દુકાનદારોએ નવા હિસાબી ચોપડા પર શુભ અને લાભ લખીને તથા કુબેર—લક્ષ્મીજીનું પૂજન કરીને વેપારની ધમધમતી શરૂઆત કરી.
સુરતમાં પણ આજથી કાપડ બજાર ફરી ખૂલ્યું છે. વેપારીઓએ ચોપડા પૂજન કર્યું અને નવા વર્ષ માટે વ્યવસાય શરૂ કર્યો. આ અંગે સુરત વેપાર અને કાપડ સંગઠનના મંડળ – ફોસ્ટાના અધ્યક્ષ કૈલાસ હકીમે વધુ માહિતી આપી.
શક્તિપીઠ અંબાજી મંદિરમાં લાભ પાંચમ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. આ અંગે મંદિરના પૂજારી ભટ્ટજી મહારાજે વધુ માહિતી આપી.
બોટાદના સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાન મંદિરમાં દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. આ અંગે એક દર્શનાર્થીની પ્રતિક્રિયા સાંભળીએ