મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, હેમેટોલોજીનું આ ક્ષેત્ર માત્ર સારવારનું નહીં પરંતુ માનવતાની સેવા અને જીવન રક્ષાનું મહત્વનું માધ્યમ છે. અમદાવાદમાં ઇન્ડિયન સોસાયટી ઓફ હેમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝનના 67મા વાર્ષિક સંમેલન – હેમેટોકોનના ઉદ્ઘાટન કાર્યક્રમને સંબોધતા શ્રી પટેલે કહ્યું, હેમેટોલોજી નિષ્ણાંતો તરીકે રોગના ત્વરિત નિદાન, જેનેટિક કાઉન્સેલિંગ, સંશોધનના માધ્યમથી રક્ત સંબંધિત રોગના નિવારણ માટે સમાજને સક્ષમ બનાવવાની જવાબદારી તમારા ખભા પર છે.
આ સંમેલનના માધ્યમથી સ્વસ્થ સમાજના સંકલ્પને સામૂહિક સંકલ્પ બનાવવાની નવી દિશા મળશે તેમ પણ શ્રી પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો.
આ પ્રસંગે તેમણે દેશ-વિદેશથી આવેલા તમામ હેમેટોલોજી સંશોધકો અને તબીબોનું રાજ્યમાં સ્વાગત કર્યુ.