ઓગસ્ટ 2, 2026 7:31 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટમાં 268 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં શ્રી પૂજિત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા વિદ્યાર્થીઓના દીક્ષાગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે તેમણે કહ્યું, આ સમારોહ વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણથી કારકિર્દી ઘડતર અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવાનો અવસર છે. શ્રી પટેલે પોતાનું જીવન સાદગી, સત્યનિષ્ઠા અને રાષ્ટ્રસેવાને સમર્પિત કરનારા પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીને પણ વંદન કર્યા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટ મહાનગરપાલિકા તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હસ્તકના કુલ 268 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું.