પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશ અને કર્ણાટકની એક દિવસની મુલાકાતે જશે. શ્રી મોદી સૌપ્રથમ આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના ભોગાપુરમ ખાતે આશરે 18 હજાર કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી ભોગાપુરમ ખાતે પાંચ હજાર 600 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ અલ્લુરી સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું ઉદ્ઘાટન કરશે. આ હવાઈમથક આંધ્રપ્રદેશમાં હવાઈ જોડાણને મજબૂત બનાવશે, જેનાથી પ્રવાસન, વેપાર, રોકાણ અને રોજગાર સર્જનને વેગ મળશે. શ્રી મોદી એક હજાર 880 કરોડથી વધુના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.આંધ્રપ્રદેશ ત્યારબાદ પ્રધાનમંત્રી કર્ણાટકના મૈસુર જશે, જ્યાં તેઓ સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર – વિવેક સ્મારકનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.
News On AIR | ઓગસ્ટ 1, 2026 10:15 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશમાં 18 હજાર કરોડના વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે