નવેમ્બર 14, 2026 7:59 પી એમ(PM)

printer

કચ્છના કારીગરોને અજરખ કળાના સંરક્ષણ અને વિસ્તરણ માટે વ્યાપક યોજના તૈયાર કરવા કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહનુ આહ્વાન

કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે આપણા વારસા અને આપણા કારીગરને આત્મનિર્ભર ભારતની સાચી તાકાત ગણાવ્યા. કચ્છના ભુજમાં ઐતિહાસિક અજરખ હસ્તકળા સમૂહની મુલાકાત દરમિયાન શ્રી સિંહે પરંપરાગત બ્લોક પ્રિન્ટિંગની સમગ્ર પ્રક્રિયા અંગે સમજણ મેળવી. આ પ્રસંગે શ્રી સિંહે અજરખ કળાના સંરક્ષણ અને વિસ્તરણ માટે એક વ્યાપક વિઝન નૅક્સ્ટ યોજના તૈયાર કરવા આહ્વાન કર્યું. જે અંતર્ગત આગામી તબક્કામાં દેશભરના એક લાખ કારીગરો અને શિલ્પકારોને તાલીમ આપવાનો લક્ષ્યાંક છે.

કેન્દ્રીય કાપડ મંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું, પરંપરાગત કળાને આધુનિક ટેકનિક, નવિનતા, યોગ્ય ડિઝાઈન અને વૈશ્વિક બજાર સાથે જોડીને કારીગરોની આવક અને રોજગારની તક વધારવામાં આવે તેઓ સરકારનો પ્રયાસ છે.

આ ઉપરાંત શ્રી સિંહે અજરખપુર સ્થિત એફ્લુએન્ટ ટ્રિટમેન્ટ પ્લાન્ટ પરિસરમાં પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભાવિના સંકલ્પ સાથે એક પેડ માઁ કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું.