આજે વિશ્વ રસીકરણ દિવસ છે. આજના દિવસે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ સમયસર અને સંપૂર્ણ રસીકરણ દ્વારા દરેક બાળક અને સગર્ભા સ્ત્રીઓનું રક્ષણ કરવાની દેશની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, મંત્રીએ કહ્યું કે પોલિયો તથા માતા અને નવજાત શિશુને ટિટાનસથી બચાવવા ભારતની સિદ્ધિઓ સતત રસીકરણ પ્રયાસોની અસરને દર્શાવે છે.
શ્રી નડ્ડાએ યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ, યુ-વિન ડિજિટલ પ્લેટફોર્મ અને મિશન ઇન્દ્રધનુષ અભિયાન જેવી પહેલો અંગે વાત કરતાં કહ્યું કે આ જીવનરક્ષક રસીકરણ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.