નવેમ્બર 10, 2026 11:29 એ એમ (AM)

printer

પેન્શનધારકો માટે પોસ્ટ વિભાગે ઘરે બેઠાં ડિજીટલ હયાતીનું પ્રમાણપત્ર પહોંચાડવાની સેવાનો આરંભ કર્યો

હવે પેન્શનધારકોએ હયાતીનું પ્રમાણપત્ર જમા કરાવવા માટે ટ્રેઝરી, બેંક કે અન્ય કોઈપણ વિભાગમાં જવાની જરૂર રહેશે નહીં. પેન્શનધારકો પોતાના નજીકના પોસ્ટ ઓફિસના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવક મારફતે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ કઢાવી શકશે. આ માટે માત્ર 70 રૂપિયાની ફી નક્કી કરવામાં આવી છે. આ પ્રમાણપત્ર આપમેળે સંબંધિત વિભાગને ઓનલાઈન મોકલી આપવામાં આવશે, જેથી પેન્શન મેળવવામાં કોઈ અડચણ નહીં આવે.

આ અંગેની માહિતી ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે આપી. આ પહેલ ‘ડિજિટલ ઇન્ડિયા’ના વિઝનને વધુ સશક્ત બનાવવાની સાથે સરકારી સેવાઓ નાગરિકોના ઘર આંગણે પહોંચાડવાની દિશામાં પોસ્ટ વિભાગનું એક મહત્વપૂર્ણ પગલું છે. આ જ ક્રમમાં અમદાવાદ ખાતે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના પેન્શનર ઘનશ્યામ હરગોવનદાસ તથા જીવીબેન દલાભાઈ પરમારનું ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવની ઉપસ્થિતિમાં પોસ્ટમેન મારફતે સફળતાપૂર્વક બનાવીને આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો.