ભારતની જળ વ્યવસ્થાપન પહેલ વિકાસશીલ દેશો માટે એક મોડેલ તરીકે ઉભરી છે. વિશ્વ બેંકના જળ માટેના વૈશ્વિક નિર્દેશક, સરોજ કુમાર ઝાએ ભારતની પ્રગતિને એક નોંધપાત્ર સફળતા ગણાવી છે. 2026 ના સંયુક્ત રાષ્ટ્ર જળ પરિષદ અગાઉ બોલતા, શ્રી ઝાએ જળ જીવન મિશન, નમામી ગંગે અને સ્વચ્છ ભારત મિશન જેવી પહેલોની પ્રશંસા કરી.
તેમણે ગંગાને સાફ કરવા અને લગભગ 900 બંધોની સલામતીને મજબૂત બનાવવાના પ્રયાસોની પણ પ્રશંસા કરી. શ્રી ઝાએ 8 થી 10 ડિસેમ્બર દરમિયાન અબુ ધાબીમાં આયોજિત આ પરિષદમાં ભારતને વૈશ્વિક સ્તરે તેના અનુભવો જણાવવા અપીલ કરી.