ઓક્ટોબર 20, 2026 1:15 પી એમ(PM)

printer

મહિલા ક્રિકેટમાં, આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રાયપુર ખાતે ત્રીજી અને અંતિમ T-20 મેચ

મહિલા ક્રિકેટમાં, ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે ત્રીજી અને અંતિમ T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.

રવિવારે બીજી T-20 મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને નવ વિકેટથી હરાવીને શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી હતી. T-20 શ્રેણી પછી વડોદરામાં ત્રણ મેચની એક દિવસીય શ્રેણી રમાશે. આ મેચો આ મહિનાની 23, 25 અને 28 તારીખે રમાશે.