નવેમ્બર 10, 2026 1:58 પી એમ(PM)

printer

દેશમાં આજે નવા વર્ષની ઉજવણી, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી

વિક્રમ સંવત 2083 નાં નવા વર્ષનો આજે ઉમંગ ઉલ્લાસ સાથે પ્રારંભ થયો. દેશવાસીઓ હર્ષોલ્લાસ અને પરંપરાગત રીતે નવા વર્ષને વઘાવી રહ્યાં છે. અને એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે.

ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આજે ગુજરાતી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. ઉપરાષ્ટ્રપતિએ આ નવું વર્ષ દરેક ઘરમાં ખુશી, સારા સ્વાસ્થ્ય, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી  આશા વ્યક્ત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજથી શરૂ થતાં નવા વર્ષમાં દરેકનું જીવન ઉત્તમ સ્વાસ્થ્ય અને ઉત્સાહથી ભરેલું રહે તેવી આશા વ્યક્ત કરી.