નવેમ્બર 8, 2026 7:50 પી એમ(PM)

printer

ટેનિસમાં, ભારતની વૈષ્ણવી અડકર અને રુતુજા ભોસલે ચેન્નાઈ ઓપનમાં મહિલા ડબલ્સમાં રનર્સ-અપ રહ્યા

ટેનિસમાં, ભારતની વૈષ્ણવી અડકર અને રુતુજા ભોસલે આજે WTA 250 ચેન્નાઈ ઓપનમાં મહિલા ડબલ્સમાં રનર્સ-અપ રહ્યા. ભારતીય જોડી ફાઇનલમાં સ્વિટ્ઝર્લૅન્ડની સિમોના વોલ્ટર્ટ અને નૈમા કારામોકો સામે 2-6, 0-6થી હારી ગઈ.

ખિતબી મુકાબલામાં હાર છતાં, અડકર અને ભોસલેએ WTA ટૂર-લેવલ ડબલ્સની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય જોડી બનીને ઇતિહાસ રચ્યો.