નવેમ્બર 7, 2026 6:59 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદમાં કાયદો વ્યવસ્થા, નાગરિક સુરક્ષા, નશામુક્ત ભારત અભિયાન સહિતની સર્વગ્રાહી સમીક્ષા કરી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે ગુજરાતના અમદાવાદમાં કાયદો વ્યવસ્થા, નાગરિક સુરક્ષા, નશામુક્ત ભારત અભિયાન સહિતની સર્વગ્રાહી સમીક્ષા કરી. ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવેલા શ્રી શાહે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી. બેઠક દરમિયાન તેમણે રાજ્યમાં ત્રણ નવા ફોજદારી કાયદાના અમલીકરણની સ્થિતિની સમીક્ષા કરી.

 બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ 2029 સુધીમાં નશામુ્કત ભારતનો ધ્યેય સાકાર કરવા રાજ્યમાં નાર્કોટિક્સ ડ્રગ્સ તથા માદક પદાર્થોના નિયંત્રણ માટે કડક હાથે કામ લેવા અને એક્શન પ્લાન બનાવવા, 1933 કંટ્રોલ રૂમના વિસ્તાર સહિતના વિવિધ આયામો સાથે સામાજિક જાગૃતિની આવશ્યકતા પર ભાર મૂક્યો.

9 નવેમ્બર એટલે કે સોમવારે શ્રી શાહ અમદાવાદમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. 10 નવેમ્બરે તેઓ નૂતન વર્ષ નિમિત્તે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.