નવેમ્બર 9, 2026 7:35 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતમાં અનેક વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, 31 ડિસેમ્બર 2028 પહેલા ગુજરાતને સંપૂર્ણપણે નશા મુક્ત બનાવવામાં આવશે. તેમણે આજે ગુજરાતમાં અનેક વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં, તેમણે એક હજાર કરોડ રૂપિયાથી વધુના 30 જેટલા વિકાસ કામોની ભેટ આપી. આ કાર્યક્રમમાં શ્રી શાહે પોતાની જૂની યાદોને યાદ કરી. તેમણે કહ્યું કે બહુ ઓછા લોકો જાણતા હશે કે એક સામાજિક નેતા તરીકેની મારી કારકિર્દી રામાપીરના ટેકરાથી શરૂ થઈ હતી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં વ્યાપક વ્યવસ્થાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. શ્રી શાહે જણાવ્યું કે છેલ્લા સાત વર્ષમાં ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં 25 હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યો પૂર્ણ થયા છે. તેમણે ઉમેર્યું કે આવનારા દિવસો માટેનું લક્ષ્ય હરિયાળા અને વિકસિત ગાંધીનગર લોકસભા મતવિસ્તારના સંકલ્પને પૂર્ણ કરવાનું છે.