નવેમ્બર 10, 2026 2:40 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદમાં તેમના નિવાસસ્થાને પ્રજાજનો સાથે દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓની આપ-લે કરી

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદમાં તેમના નિવાસસ્થાને પ્રજાજનો સાથે દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓની આપ-લે કરી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદ પોલીસ કમિશનર અને અન્ય મુલાકાતીઓ તહેવારોની શુભેચ્છાઓનું આદાનપ્રદાન કરવા પહોંચ્યા હતા.

સોશિયલ મીડિયા સંદેશમાં નવ વર્ષની શુભેચ્છા પાઠવતા શ્રી શાહે જણાવ્યું કે આ નવું વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદનો નવો ઉજાસ પાથરે. મા લક્ષ્મીના આશીર્વાદ દરેક પરિવાર પર સદાય વરસતા રહે તેવી અભ્યર્થના.