કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદમાં એક હજાર 400 કરોડ રૂપિયાથી વધુના પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે વાડજના રામાપીર ટેકરા વિસ્તારમાં આવાસોનો ડ્રો કર્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યુ હતું કે, અગાઉ જે રામાપીરના ટેકરા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હતો, તે જ સ્લમ વિસ્તારના નાગરિકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આજે આધુનિક સગવડોથી સજ્જ પાકા મકાનો અને દુકાનોના કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો અને ચાવી વિતરણથી ગરીબ પરિવારોનું જીવનધોરણ ઊંચું આવ્યું છે.
તેમણે રામાપીર ટેકરા વિસ્તારના રહીશોને બાળકોને શિક્ષણ આપવાનુ કહ્યું હતું. તેમણે ઉમેર્યુ હતું કે અમદાવાદમાં નિર્માણ પામેલી સ્માર્ટ સ્કૂલના બાળકોને ભણવીને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો.