ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે દિવાળી પર્વની ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક કેન્દ્રે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં કઠપૂતળીઓ અને સંગીત દ્વારા રામાયણની વાર્તા રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં તમિલ, હિન્દી, મરાઠી, અંગ્રેજી અને તેલુગુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
વિશ્વભરના નેતાઓ અને રાજદ્વારીઓએ પણ દિવાળીની શુભેચ્છાઓ પાઠવી. સંયુક્ત આરબ અમીરાતના ઉપરાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તુમે સોશિયલ મીડિયા દ્વારા લોકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી. ભારતમાં યુરોપિયન સંઘના રાજદૂત જીન-એરિક પેક અને નોર્વેજીયન રાજદૂત, જર્મની, ભૂટાન અને ડેનમાર્કના રાજદૂતોએ પણ શુભેચ્છાઓ પાઠવી.
ભારતમાં જાપાની દૂતાવાસે એક ખાસ ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. અગાઉ અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં દીવા પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરી હતી.