રેલવે મંત્રાલય દ્વારા અમદાવાદના સાબરમતીથી મહેસાણા વચ્ચે બે નવી મેમૂ ટ્રેનને મંજૂરી અપાઈ છે. તેના કારણે ઉત્તર ગુજરાતમાં રેલવે પરિવહનને વેગ મળશે. તેમજ સ્થાનિક લોકોની લાંબા સમયથી વધુ સારી રેલવે સુવિધા મળવાની અપેક્ષાને બળ મળશે.
રાજ્યસભા સાંસદ મયંક નાયકે દિવાળી અને છઠ પૂજા જેવા તહેવારોને લઈ સાબરમતી–બેચરાજી અને બેચરાજી–મહેસાણા વચ્ચે નવી પેસેન્જર ટ્રેન સેવાઓ શરૂ કરવા તેમજ મહેસાણા થઈને દોડતી અમદાવાદ–વારાણસી ટ્રેન સેવા શરૂ કરવા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી હતી.