પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આવતીકાલે બનાસકાંઠાના ભીલડીમાં રાષ્ટ્રીય કક્ષાનો “પીએમ કિસાન ઉત્સવ દિવસ” ઉજવાશે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ભીલડી ખાતે તૈયારીઓની સમીક્ષા સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠક યોજી માર્ગદર્શન આપ્યું.
આ ઉપરાંત પ્રધાનમંત્રીના પ્રવાસના આયોજનને અંતિમ ઓપ આપવા ગાંધીનગર ખાતેથી તમામ સંબંધિત પદાધિકારીઓ – અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે કહ્યું હતું કે, ભીલડીથી “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના”નો 24મો હપ્તો રિલીઝ કરાશે, જેમાં દેશના 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોને 18 હજાર 680 કરોડથી વધુની સહાય મળશે.
આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતના 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારોને એક હજાર 51 કરોડ રૂપિયાથી વધુની સહાય પ્રાપ્ત થશે.