ઓક્ટોબર 29, 2026 8:55 એ એમ (AM)

printer

ભારતનો ઓટોમોબાઈલ ઉદ્યોગ 22 લાખ કરોડના મૂલ્ય સાથે વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉદ્યોગ બન્યો

કેન્દ્રીય માર્ગ પરિવહન ₹22 લાખ કરોડને  ભારતનો અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે ભારતનો ઓટોમોબાઈલ ઉદ્યોગ જાપાનના પાછળ છોડીને વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉદ્યોગ બની ગયો છે. શ્રી ગડકરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વૃદ્ધિ સાથે, ભારતનો ઓટોમોબાઈલ ઉદ્યોગ આગામી પાંચ વર્ષમાં વિશ્વનો સૌથી મોટો ઉદ્યોગ બનશે.

નવી દિલ્હીમાં એક પરિષદને સંબોધતા, શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે દેશભરમાં સારા રસ્તાઓના નિર્માણથી ભારતના લોજિસ્ટિક્સ ખર્ચમાં 6 ટકાનો ઘટાડો થયો છે. શ્રી ગડકરીએ સમજાવ્યું કે એક્સપ્રેસવે અને રાજમાર્ગોના નિર્માણથી માત્ર મુસાફરીનો સમય જ ઓછો થયો નથી પરંતુ આ રાજમાર્ગો સાથેના વિસ્તારોના આર્થિક અને માળખાગત વિકાસમાં પણ ફાળો મળ્યો છે.