છેલ્લા આઠ મહિનામાં ચાલી રહેલા પશ્ચિમ એશિયા યુદ્ધમાં ભારતે 14 ખલાસીઓ સહિત 22 નાગરિકો ગુમાવ્યા છે. નવી દિલ્હીમાં મીડિયાને ગઇકાલે માહિતી આપતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ ક્ષેત્રમાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ભારતની ઊંડી ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ભારત ખાડી ક્ષેત્રમાં સમુદાયની સલામતી અને સુખાકારી માટે સતત તેમના સંપર્કમાં છે. તેમણે કહ્યું કે સાઉદી અરેબિયામાં ત્રણ ભારતીયોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર 30 થી 31 ઓક્ટોબર દરમિયાન એટલાન્ટા, અમેરિકામાં યોજાનારી G-20 વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપશે. આ ઉપરાંત, ડૉ. જયશંકર QUAD વિદેશ મંત્રીઓની બેઠકમાં પણ ભાગ લેશે.