ઓક્ટોબર 29, 2026 10:21 એ એમ (AM)

printer

રાજ્યમાં ત્રણ દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી

રાજ્યમાં ત્રણ દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે આવતીકાલે અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છુટા છવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

31 ઓક્ટોબરના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.