ઓક્ટોબર 28, 2026 2:53 પી એમ(PM)

printer

રેલવે મંત્રાલય દ્વારા સાબરમતી—બેચરાજી—મહેસાણા રૂટ પર નવી ટ્રેનને મંજૂરી અપાઈ

રેલવે મંત્રાલય દ્વારા સાબરમતી—બેચરાજી—મહેસાણા રૂટ પર નવી ટ્રેનને મંજૂરી અપાઈ છે. અમદાવાદનાં સાબરમતીથી સવારે છ વાગ્યેને 40 મિનિટે આ ટ્રેન ઉપડશે અને પોણા દસ વાગ્યે મહેસાણા પહોંચશે. જ્યારે મહેસાણાથી આ ટ્રેન સાંજે ચાર વાગ્યેને 40 મિનિટે ઉપડી પોણા છ વાગ્યે બહુચરાજી અને રાત્રે સાડા આઠ વાગ્યે સાબરમતી પરત આવશે. ટૂંક સમયમાં શરૂ થનારી આ ટ્રેન અંગે મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે રેલવે મંત્રાલયનો આભાર માન્યો.