પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 31 તારીખે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે નર્મદાના એકતાનગર ખાતે સરદાર પટેલની પ્રતિમાને નમન કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. શ્રી મોદી ઉપસ્થિત લોકોને રાષ્ટ્રીય એકતા દિવસની શપથ લેવડાવશે.
ઉલ્લેખનીય છે કે, 31 ઑક્ટોબરે સરદાર પટેલની 151-મી જન્મજયંતી નિમિત્તે દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાશે.