નવેમ્બર 8, 2026 8:02 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢના બસ્તરમાં બહાદુર સુરક્ષા કર્મચારીઓ સાથે દિવાળીની ઉજવણી કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢના બસ્તરમાં બહાદુર સુરક્ષા કર્મચારીઓ સાથે દિવાળીની ઉજવણી કરી. સુરક્ષા કર્મચારીઓને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે આ દિવાળી ખાસ છે કારણ કે દેશે નક્સલવાદ અને માઓવાદી આતંક સામે દાયકાઓથી ચાલી આવતી લડાઈ જીતી લીધી છે. તેમણે કહ્યું કે, પહેલીવાર, દેશનો દરેક જિલ્લો નક્સલવાદથી મુક્ત છે અને કરોડો નાગરિકોએ હવે ડાબેરી ઉગ્રવાદના ભયને દૂર કર્યો છે. શ્રી મોદીએ તેને એક અસાધારણ સિદ્ધિ ગણાવી અને લાખો બહાદુર સુરક્ષા કર્મચારીઓને તેમના યોગદાનનો શ્રેય આપ્યો.

શ્રી મોદીએ ભાર મૂક્યો કે, છેલ્લા એક વર્ષમાં ફરજ પર એક પણ CRPF જવાનનો જીવ ગયો નથી. પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે દેશ “રાષ્ટ્ર પ્રથમ” ની ભાવના સાથે કામ કરે છે, ત્યારે શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત થાય છે અને રાષ્ટ્ર વિકાસની નવી ઊંચાઈઓ પર પહોંચે છે.