નવેમ્બર 7, 2026 2:09 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની રાષ્ટ્રગીત વંદે માતરમની 151મી વર્ષગાંઠ નિમિતે દેશને મજબૂત બનાવવાં તેમજ દેશની પ્રગતિમાં યોગદાન આપવા અપીલ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રગીત વંદે માતરમની 151મી વર્ષગાંઠ પર રાષ્ટ્રને અભિનંદન આપ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે સ્વતંત્રતા ચળવળ દરમિયાન, વંદે માતરમ દેશભક્તો માટે હિંમત, એકતા અને સંકલ્પનું સૂત્ર બની ગયું. તેમણે કહ્યું કે આજે પણ, તે રાષ્ટ્રીય ઓળખ, આત્મસન્માન અને માતૃભૂમિ પ્રત્યેની ભક્તિનું પ્રતીક છે.

રાષ્ટ્રપતિએ નાગરિકોને વંદે માતરમમાં સૌપ્રથમ સમાયેલી રાષ્ટ્રની ભાવનાને સ્વીકારવા અને દેશને મજબૂત અને પ્રગતિમાં યોગદાન આપવા અપીલ કરી.