પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 તારીખે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે એકતાનગરમાં બે પૂર્ણાંક 62 કિલોમીટરની ઇકો-ટ્રેઈલ પ્રવાસીઓ માટે ખૂલ્લી મુકશે. ટ્રેઈલ ઑફ યુનાઈટેડ ઇન્ડિયા નામની ઇકો-ટ્રેઈલમાં વન્યજીવન, યુવા, મહિલા સશક્તિકરણ, વારસો અને આધ્યાત્મિકતાની થીમ સાથે પાંચ ઝૉન વિકસાવાયા છે, જ્યાં પ્રવાસીઓને વિવિધતામાં એકતાના દર્શન થશે.
ઉપરાંત પ્રધાનમંત્રી એકતાનગર ખાતે નવ કરોડ 49 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા રેઈન ફૉરેસ્ટનું લોકાર્પણ કરશે. 47 હજાર ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર કરાયેલું આ ફૉરેસ્ટ ઇકો-ટૂરિઝમ અને પ્રકૃતિના અભ્યાસ માટેનું વિશિષ્ટ સ્થળ બનશે. ફૉરેસ્ટમાં અંદાજે 220 મીટર લાંબો ગ્લાસ ડેક ધરાવતો સ્કાયવૉક બ્રિજ મુખ્ય આકર્ષણ બનશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.