ઓક્ટોબર 11, 2026 10:13 એ એમ (AM)

printer

શક્તિની આરાધનના પર્વ નવરાત્રીનો આજથી આરંભ – ગુજરાતમાં સલામતીની લોખંડી વ્યવસ્થા વચ્ચે 22 હજારથી વધુ સ્થળોએ ગરબાનું આયોજન

શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીનો આજથી આરંભ થયો છે. નવ દિવસ ચાલનારા આ ઉત્સવમાં દેવી દુર્ગાના નવ અવતારોની પૂજા-અર્ચના કરવામાં આવે છે. 

ગુજરાતમાં નવરાત્રીની ઉજવણી આજથી ખૂબ જ ઉત્સાહ અને ભક્તિ સાથે શરૂ થઈ રહી છે. નવરાત્રીના આગમન સાથે, રાજ્યભરના શહેરો ભવ્ય રાસ અને ગરબા ઉજવણી માટે સજ્જ છે.