ઓક્ટોબર 14, 2026 9:40 એ એમ (AM)

printer

સમગ્ર રાજ્યમાં નવરાત્રીની શ્રધ્ધા, ઉત્સાહ અને ઉમંગ પૂર્વક ઉજવણી – આજે ચોથા નોરતે માતા કુષ્માંડાની આરાધના

આજે ચોથું નોરતું છે. આજના દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. મા કુષ્માંડાએ જગતની રચના કરનાર દેવી માનવામાં આવે છે. તેમના હાથમાં કમંડળ, ધનુષ્ય, તીર, કમળ, અમૃતથી ભરેલો કળશ, ચક્ર, ગદા અને જપમાળા શોભે છે.

મા કુષ્માંડાની આરાધના કરવાથી ભય, રોગ અને સંકટો દૂર થાય છે, તેમજ આયુષ્ય, યશ અને બળમાં વૃદ્ધિ થાય છે.