રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ ગયા મહિને ફ્લાયદુબઈની ફ્લાઇટમાં કેપ્ટન સ્મિત મચ્છર પર થયેલા કોકપીટ હુમલાની તપાસ માટે કેસ નોંધ્યો છે. હાઇજેકિંગ વિરોધી અધિનિયમ, 2016 અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 ની સંબંધિત જોગવાઈઓ હેઠળ આ કેસ નોંધવામાં આવ્યો છે.
ગુજરાતના રહેવાસી કેપ્ટન મચ્છર પર ગયા મહિનાની 30મી તારીખે દુબઈથી તેલ અવીવ જતી વખતે ફ્લાયદુબઈ ફ્લાઇટના કોકપીટમાં તેમના સહ-પાયલટે છરી મારીને ગંભીર ઇજા પહોંચાડી હતી. ફ્લાઇટમાં 27 બાળકો સહિત 174 મુસાફરો સવાર હતા. ઘાયલ થવા છતાં મુસાફરોના જીવ બચાવનાર કેપ્ટન મચ્છરની બહાદુરીની વિશ્વભરના અનેક નેતાઓએ પ્રશંસા કરી હતી.