સપ્ટેમ્બર 4, 2026 9:05 એ એમ (AM)

printer

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા ગાંધીનગર ખાતે યોજાયેલી શિબિરમાં, 45 કેસોની સુનાવણી બાદ 3 કરોડ 5 લાખ રુપિયાથી વધુનુ વળતર ચૂકવાયું

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ  દ્વારા ગાંધીનગર ખાતે બે દિવસીય કેમ્પ સિટિંગ અને ઓપન હિયરિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમા 45 કેસોની સુનાવણી કરવામાં આવી હતી. ઘણા કિસ્સાઓમા વળતર, ચુકવણીના પુરાવા સબમિટ કરવામા આવ્યા હતા. 3 કરોડ 5 લાખ રૂપિયાથી વધુનુ વળતર ચુકવવામા આવ્યુ હતું.

સમગ્ર ગુજરાતની ફેક્ટરીઓમા કામદારોના મોતને લગતા કેસો સાંભળવામા આવ્યા હતા અને પરિવારોને યોગ્ય વળતર આપવામા આવ્યું હતું.

આ સાથે રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ બેઠક કરવામા આવી હતી. આ બેઠકમા પોલીસ દ્વારા માનવ અધિકારોનુ ઉલ્લંઘન, દારૂબંધીના કાયદાના યોગ્ય અમલિકરણનો અભાવ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામા આવી હતી.