રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં 500 નવી જગ્યાઓ ભરવાની મંજૂરી આપી છે.
આ 500 જગ્યાઓ મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ માટે ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ, વર્ગ-3ની રહેશે. રાજ્યના વિવિધ પોલીસ એકમોમાં જરૂરિયાત મુજબ આ નવી જગ્યાઓની ફાળવણી કરવામાં આવી છે. ફાળવણી મુજબ અમદાવાદ શહેર પોલીસ માટે 50 જગ્યાઓ, જ્યારે સુરત શહેર, વડોદરા શહેર અને રાજકોટ શહેર પોલીસ માટે 20-20 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે.
આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય પોલીસ માટે 10 જગ્યાઓ ફાળવવામાં આવી છે. રાજ્યના અન્ય વિવિધ જિલ્લા પોલીસ એકમોમાં પણ નવી જગ્યાઓ ફાળવવામાં આવી છે. આ ભરતીથી પોલીસ વિભાગના મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં માનવબળ વધશે અને પોલીસ એકમોની કામગીરીને વધુ સુદૃઢ બનાવવામાં મદદ મળશે.